
પ્રાંત, ભાષા, જાતિ અને જ્ઞાતિ ઉપર રાજકારણ રમ્યા બાદ હવે આપણા કેહવાતા સમાજસેવકો ગરીબો ઉપર રાજકારણ રમી રહ્યા છે. ગરીબો ઉપર રમાતા રાજકારણનો ઉત્તમ દાખલો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. આ અલગ પ્રકારના રાજકારણનો જનમ ગુજરાત સરકારે શરુ કરેલા 'ગરીબ કલ્યાણ મેળા'માંથી થયો છે. આ મેળાઓમાં ગરીબોને મળવા પાત્ર સહાય રાજ્યના મુખ્યપ્રધાન અને સરકારી અધિકારીઓ ગરીબોને ઘરે જઈને પહોચાડી રહ્યા છે. જોકે આ મેળા વિષે અન્ય એક પક્ષ કે જે સત્તા પર નથી તેનું કેહવું છે કે આ મેળાઓમાં અપાતી સહાય માટે તો કેન્દ્ર સરકારે જ નાણાં ફાળવેલા છે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારે આપેલી સહાય લોકોને આપીને પોતાના નામે ચડાવે છે. આનાથી પણ વિશેષ બાબત એ છે કે આ લોકોનું કેહવું છે કે આ મેળામાં અગાઉ જે સહાય કે મળવા પાત્ર લાભો જે લોકોને મળી ગયા છે તેવા ગરીબ લોકોને બોલાવીને તેમને તેજ વસ્તુ આપવાનો ખોટો ડોળ કરવામાં આવીરહ્યો છે. જોકે આશ્ચર્યજનક વાત તો એ છે કે જે લોકો કેન્દ્ર સરકારના ગુણ ગાય છે તે લોકોનો પક્ષ પોતાને ગરીબોનો પક્ષ કહેવડાવે છે પરંતુ તેઓએ ક્યારેય ગરીબો માટે ગુજરાતમાં આ પ્રકારની કામગીરી કરીનથી. જો કે જે પક્ષ હાલ ગરીબોની વહારે ચડ્યો છે તેણે પણ ભૂતકાળમાં ગરીબો માટે કોઈ નક્કર કામગીરી કરી નથી. ઉપરાંત હાલ ગરીબોની જે સહાય થઇ રહી છે તેમાં પણ પોતાના પક્ષ સાથે જોડાયેલા લોકોની વધારે કાળજી લેવાઈ રહી છે. ઉપરાંત જે લોકો ગરીબની વ્યાખ્યામાં નથી આવતા તેવા લોકોને પણ આ મેળાઓમાં સહાય અપાઈ રહી છે કેમ કે તેઓ સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલા છે. આમ સત્તાધારી પક્ષ અને બીનસત્તાધારી પક્ષ વચ્ચે રસ્સાખેચની રમતની જેમ 'ગરીબખેચ' રમત ચાલીરહી છે જે હાલ યુદ્ધમાં પરિવર્તિત થી છે.
વિચારવા જેવી વાત તો એ છે કે ગુજરાતના રાજકારણમાં આ 'ગરીબયુંદ્ધ' છેડાયું સેના માટે?
આ સવાલનો જવાબ છે કે આ યુદ્ધ ખેલાય છે સત્તા (કુર્સી) માટે આવતા દિવસોમાં કોર્પોરેસંની ચુંટણીઓ આવી રહી છે આ ચુંટણીઓમાં સત્તા મેળવવા માટે આપના સમાજસેવકો ગરીબોની સેવા કરી રહ્યા છે.