Saturday, February 13, 2010

ગુજરાતના રાજકારણમાં 'ગરીબ યુદ્ધ'


પ્રાંત, ભાષા, જાતિ અને જ્ઞાતિ ઉપર રાજકારણ રમ્યા બાદ હવે આપણા કેહવાતા સમાજસેવકો ગરીબો ઉપર રાજકારણ રમી રહ્યા છે. ગરીબો ઉપર રમાતા રાજકારણનો ઉત્તમ દાખલો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. આ અલગ પ્રકારના રાજકારણનો જનમ ગુજરાત સરકારે શરુ કરેલા 'ગરીબ કલ્યાણ મેળા'માંથી થયો છે. આ મેળાઓમાં ગરીબોને મળવા પાત્ર સહાય રાજ્યના મુખ્યપ્રધાન અને સરકારી અધિકારીઓ ગરીબોને ઘરે જઈને પહોચાડી રહ્યા છે. જોકે આ મેળા વિષે અન્ય એક પક્ષ કે જે સત્તા પર નથી તેનું કેહવું છે કે આ મેળાઓમાં અપાતી સહાય માટે તો કેન્દ્ર સરકારે જ નાણાં ફાળવેલા છે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારે આપેલી સહાય લોકોને આપીને પોતાના નામે ચડાવે છે. આનાથી પણ વિશેષ બાબત એ છે કે આ લોકોનું કેહવું છે કે આ મેળામાં અગાઉ જે સહાય કે મળવા પાત્ર લાભો જે લોકોને મળી ગયા છે તેવા ગરીબ લોકોને બોલાવીને તેમને તેજ વસ્તુ આપવાનો ખોટો ડોળ કરવામાં આવીરહ્યો છે. જોકે આશ્ચર્યજનક વાત તો એ છે કે જે લોકો કેન્દ્ર સરકારના ગુણ ગાય છે તે લોકોનો પક્ષ પોતાને ગરીબોનો પક્ષ કહેવડાવે છે પરંતુ તેઓએ ક્યારેય ગરીબો માટે ગુજરાતમાં આ પ્રકારની કામગીરી કરીનથી. જો કે જે પક્ષ હાલ ગરીબોની વહારે ચડ્યો છે તેણે પણ ભૂતકાળમાં ગરીબો માટે કોઈ નક્કર કામગીરી કરી નથી. ઉપરાંત હાલ ગરીબોની જે સહાય થઇ રહી છે તેમાં પણ પોતાના પક્ષ સાથે જોડાયેલા લોકોની વધારે કાળજી લેવાઈ રહી છે. ઉપરાંત જે લોકો ગરીબની વ્યાખ્યામાં નથી આવતા તેવા લોકોને પણ આ મેળાઓમાં સહાય અપાઈ રહી છે કેમ કે તેઓ સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલા છે. આમ સત્તાધારી પક્ષ અને બીનસત્તાધારી પક્ષ વચ્ચે રસ્સાખેચની રમતની જેમ 'ગરીબખેચ' રમત ચાલીરહી છે જે હાલ યુદ્ધમાં પરિવર્તિત થી છે.
વિચારવા જેવી વાત તો એ છે કે ગુજરાતના રાજકારણમાં આ 'ગરીબયુંદ્ધ' છેડાયું સેના માટે?
આ સવાલનો જવાબ છે કે આ યુદ્ધ ખેલાય છે સત્તા (કુર્સી) માટે આવતા દિવસોમાં કોર્પોરેસંની ચુંટણીઓ આવી રહી છે આ ચુંટણીઓમાં સત્તા મેળવવા માટે આપના સમાજસેવકો ગરીબોની સેવા કરી રહ્યા છે.

Monday, January 11, 2010

આજકાલ દિવસ ઘણો મોંઘો અને કડવો ઉગે છે કારણ?




આજકાલ દિવસ ઘણો મોંઘો અને કડવો ઉગે છે કારણ?
કારણ ખાંડ. છેલ્લા થોડા મહિનામાં ખાંડના ભાવ
૧૬ વર્ષની કન્યાના રૂપની જેમ દિવસે ડબલ અને
રાત્રે ચારગણા વધી રહ્યા છે.
ખાંડના ભાવ કન્ટ્રોલમાં લાવવાના બદલે આપણા સમાજસેવકો
કોના કારણે વધ્યા અને વધી રહ્યા છે તે બાબતે
આપણને "ખો" રમાડે છે એક
સરકાર બીજી સરકારના કારણે ભાવ વધ્યાનું દર્શાવે છે.
જેના હાથમાં આ કન્ટ્રોલર છે તેની તો જાણે
બેટરી જ કામ નથી કરતી તેમ ન જાણે શું બોલે છે?
આપણાં કેહવાતા સમાંજસેવાકોના હાથમાં જાણે ખાંડનો ભાવવધારો
એક નવી "રમત" બનીને આવ્યો હોય તેમ તેઓ રમત રમી રહ્યા છે.
જેમાં "ખો" આપણી સામાન્ય માણસની નીકળે છે. કદાચ આને જ તેઓ
સમાજસેવા કેહતા હશે. એટલે જ તો ખાંડના ભાવ ઘટે તેમાં કોઈ
સરકાર કે સમાજસેવકો રસ નથી લઇ રહ્યા. ખાંડના ભાવ ઘટાડવા એ
જાણે અશક્ય બાબતહોય તેમ સૌ સમાજસેવકો વર્તી રહ્યા છે અને ભાવ
વધારા પાછળ અન્યને જવાબદાર ઠેરવી રહ્યા છે.
સમાજસેવાનો મોકો મેળવવાના સમયે આ સમાજસેવકો આપણી વચ્ચે
આવી આપણને અનેક પ્રકારની સુવિધાઓ આપવાની બડાસો મારતા
હોય છે, પરંતુ મોકો મળી ગયો એટલે સુવિધાઓ આપવાની વાત તો
દુર પણ ખાંડ જેવી સામાન્ય વસ્તુ પણ સામાન્ય માણસ માટે
"ઈતિહાસ" બની જાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે.
પ્રશ્ન એ છે કે ખાંડના ભાવ ઘટતા કેમ નથી?
કેમ કે જેના હાથમાં ભાવ ઘટાડવા માટેની સત્તા
છે તેઓને ભાવ ઘટાડવામાં રસ નથી.
નહિ તો ભાવ ઘટતા કેટલી વાર લાગે?
ખાંડ ઉપર લાગતા કેટલાક વેરા થોડા સમય માટે રદ કરે તો
ખાંડના ભાવ આપમેળે ઘટી જાય. આમ પણ એ વેરો આપણી પાસેથી
લઈને આપણાં "કલ્યાણ" માટે જ તો વાપરવાના હોય છે. વેરો રદ
કરતા સરકારી તિજોરીમાં થોડા નાણા ઓછા આવશે તે જ ને? તો
ભલેને ઓછા આવે એક વસ્તુમાં વેરો ઓછો આવતા તિજોરીનું તળિયું
તો નથી દેખાવાનુંને? પણ આ સીધીસરળ બાબત સમજવા આપણાં
સમાજસેવકો તૈયાર જ નથી તેમનેતો એકબીજા પર આક્ષેપ કરવા છે
અને આ રમત ચાલુ રાખવી છે કેમ કે આ રમતનો લાભ તેઓ આગામી
ચૂટણીમાં મેળવી શકે.

Saturday, January 9, 2010

રાજકારણ!


રાજકારણ

દેખાવમાં સરળ પણ હકીકતમાં ખુબ જ અઘરો, અટપટો અને અળવીતરો "વ્યવસાય." હા, વ્યવસાય જોકે આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આને "સમાજસેવા"માં ખપાવે છે પણ આપણે સૌ જાણીએ છીએ કે આ સમાજસેવકો સમાજની કેટલી અને કેવી સેવા કરે છે સમાજની આવી સેવા કરવામાટે આ કેહવાતા સમાજસેવકો ખુબ જ અધીરા હોય છે સેવા કરવાનો મોકો મેળવવા તેઓ અનેક પ્રકારના પેતરા અજમાવતા હોય છે જેની પાસે સમાજસેવા કરવાનો મોકો છે તે લાંબા સમય સુધી "સારી સેવા" કરવાના પ્રયત્નો કરતા રહે છે તો બીજી તરફ જેમની પાસે સમાજ સેવા કરવાનો મોકો નથી પણ તેઓ સમાજસેવક છે અથવા કહેવડાવે છે તે આ મોકો મેળવવાના પ્રયત્નો કરે છે આ તમામ પ્રકારની કાર્યવાહીને આપણે કહીશું...

"કીસ્સા કુર્સી કા"